આર.કે. યુનિ.માં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી, 6 સામે FIR દાખલ

શહેરની ખાનગી યુનિવર્સિટીમાં વારંવાર કોઈને કોઈ વિવાદ થતા રહે છે, શહેરની ભાગોળે આવેલી આર.કે. યુનિવર્સિટીમાં તાજેતરમાં જ વિદ્યાર્થીઓના ટોળાંએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યા હોવાનો વીડિયો ફરતો થતા ચર્ચા જાગી છે. જે ત્રણ-ચાર લોકો વિદ્યાર્થીને માર મારે છે તે એબીવીપી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ પણ જ્યારે આર.કે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારી થઇ હતી ત્યારે પણ હોસ્ટેલમાં રહેતા અને એનએસયુઆઈ સાથે સંકળાયેલા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી સાથે માથાકૂટ કરી હતી. આ જ બાબતનો ખાર રાખીને જે વિદ્યાર્થીને અગાઉ એનએસયુઆઈના કાર્યકર્તાએ માથાકૂટ કરી હતી તે વિદ્યાર્થીએ એબીવીપીના માણસોને બોલાવી લેતા મારામારી થઇ હતી. આ મામલે આજીડેમ પોલીસ ફરિયાદી બની જય પટેલ, સાર્થકુમાર ભીકડિયા, ઋિષ ભાલારા, ખુશાલ બુટાણી, નમન ગુદાણિયા અને શિવમ ઉપાધ્યાય સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *