કતારે ઈન્ડિયન નેવીના સૈનિકોની ફાંસીની સજા કેદમાં ફેરવી

કતારની કોર્ટે કતારમાં કથિત જાસૂસીના આરોપમાં ભારતીય નૌકાદળના 8 પૂર્વ સૈનિકોની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. ગુરુવારે કતારની કોર્ટે આ ફેંસલો સંભળાવ્યો હતો. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.

સુનાવણી દરમિયાન ભારતીય એમ્બેસેડર કોર્ટમાં હાજર હતા. તમામ 8 સૈનિકોના પરિવારના સભ્યો પણ તેમની સાથે હતા. ભારતે આ માટે એક વિશેષ કાઉન્સિલની નિમણૂક કરી હતી. જો કે હજુ સુધી આ નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી.

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ સંબંધમાં એક લેખિત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફાંસીની સજાને કેદમાં પરિવર્તિત કરવાની માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર, કતારની કોર્ટે ‘દાહરા ગ્લોબલ કેસ’માં 8 ભારતીય નેવીના પૂર્વ સૈનિકોની સજા ઘટાડી છે. નિર્ણયની વિગતોની રાહ જોવાઈ રહી છે.

કતારમાં અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ આજે કોર્ટમાં હાજર હતા. આ સિવાય નેવીના તમામ સૈનિકોના પરિવારજનો પણ ત્યાં હતા. અમે શરૂઆતથી જ અમારા નાગરિકોની સુરક્ષા માટે ઉભા છીએ અને ભવિષ્યમાં પણ કોન્સ્યુલર એક્સેસ સહિતની તમામ મદદ પૂરી પાડીશું. આ સિવાય અમે આ મુદ્દે કતાર પ્રશાસન સાથે વાતચીત ચાલુ રાખીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *