રવીન્દ્ર જાડેજાનું રાજકારણમાં ડેબ્યૂ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હવે રાજકારણમાં ડેબ્યૂ કરવા તૈયાર છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય બની ગયા છે. જામનગરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.’ નોંધનીય છે કે રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે અનેક વખત ચૂંટણી પ્રચારમાં જાડાયા છે. ચૂંટણી દરમિયાન તેઓ પત્ની રિવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા, તેમણે ઘણા રોડ શો પણ કર્યા હતા. રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ રિવાબા અને રવીન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *