પંજાબ IPL પ્લેઑફની રેસમાંથી બહાર

પંજાબ કિંગ્સ ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ તેમના હોમ ગ્રાઉન્ડ ધર્મશાલામાં 60 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે, બેંગલુરુએ પ્લેઑફ માટે ક્વોલિફાય થવાની આશા જીવંત રાખી છે.

HPCA સ્ટેડિયમમાં પંજાબે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. RCBએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 92, રજત પાટીદારે 55 અને કેમરૂન ગ્રીને 46 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી હર્ષલ પટેલે 3 અને વિદ્વત કવેરપ્પાએ 2 વિકેટ ઝડપી હતી.

પંજાબ કિંગ્સ 17 ઓવરમાં 181 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી રિલી રુસોએ 61 રન બનાવ્યા હતા. જ્યારે શશાંક સિંહ માત્ર 37 રન જ બનાવી શક્યો, જોની બેયરસ્ટો 27 રન અને સેમ કરન માત્ર 22 રન બનાવી શક્યો. બેંગલુરુ તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી. કર્ણ શર્મા, સ્વપ્નિલ સિંહ અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *