ગોંડલ લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ જે. એમ. કાછડીયા છાત્રાલય, શ્રીમતિ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલય, મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે છાત્રાઓ, વાલીમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. યુ.એલ.ડી છાત્રાલયના વિશાળ પટાંગણમાં વિજ્ઞાન જાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયા ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપી હતી. જાથાનો આ 10,045 મો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.
ગોંડલ યુ.એલ.ડી. કન્યા છાત્રાલય ખાતે કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલ ધડુકએ કર્યું હતું. આ પ્રસંગે ઉપપ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટી જગદીશભાઈ વેકરીયા, શશિકાન્તભાઈ રૈયાણી, કુરજીભાઈ વીરડીયા, કિશોરભાઈ ભાલાળા, કાંતિભાઈ સરધારા, અમૃતભાઈ ઠુંમર, વ્યવસ્થાપક મુકેશભાઈ માવાણી, આચર્યા એન. ડી. દેસાઈ, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ, વાલી, આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.