નવા 150 ફૂટ રિંગ રોડ પર 3 સહિત 6 બ્રિજ માટેની દરખાસ્ત

રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનારી છે. જેમાં વોર્ડ નં.9માં નવા 150 ફૂટ રિંગ રોડને ફોર ટ્રેક બનાવવો હોય 3 બ્રિજ વાઇડનિંગ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.11માં રંગોલી પાર્ક આવાસ પાસે માઇનોર બ્રિજ બનાવવા, વોર્ડ નં. 01માં રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી.રોડ પર આવેલા વોંકળા ઉપર બ્રિજ બનાવવા અને વોર્ડ નં.9માં મુંજકા આર્ષ વિદ્યામંદિર હાઇલેવલ બ્રિજ બનાવવા પણ દરખાસ્ત કરવામાં આવી છે. કુલ 6 બ્રિજની દરખાસ્તમાંથી 5 બ્રિજના કામો એક જ એજન્સી બેકબોન કન્સ્ટ્રક્શનને આપવા પણ નિર્ણય લેવામાં આવનાર છે.

મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.9માં નવા 150 ફૂટ રિંગ રોડ પર રૂ.42.25 કરોડના ખર્ચે 3 બ્રિજ વાઇડનિંગના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીએ 5.49 ટકા ઓછા ભાવની દરખાસ્ત કરતા 18 ટકા જીએસટી સહિત કુલ રૂ.47.12 કરોડમાં કામ આપવા દરખાસ્ત આવી છે. વોર્ડ નં.1માં રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી.રોડ પર વોંકળા પર બ્રિજ બનાવવા માટે રૂ.15.49 કરોડનું એસ્ટિમેટ હતું. જેમાં બીજા પ્રયત્ને બેકબોન કન્સ્ટ્રક્શને 1.75 ટકા ઓનમાં કામ કરવા તૈયારી દર્શાવતા રૂ.15.19 કરોડમાં કામ આપવા કમિશનરે દરખાસ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *