ખાનગી હોસ્પિટલના રેડિયોલોજિસ્ટે ન્યારીડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી

શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે નોકરી કરતા યુવકે ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ન્યારી ડેમમાં રવિવારે સાંજે અજાણ્યા યુવકની લાશ તરતી હોવાની જાણ થતા ફાયર બિગ્રેડ,108 અને તાલુકા પોલીસ મથકના જમાદાર જી.કે. પરમાર સહિતે પહોંચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી યુવકની ઓળખ મેળવવા કાર્યવાહી કરી હતી.

પોલીસની તપાસમાં મૃતક પાસેથી ખાનગી હોસ્પિટલનું આઇકાર્ડ મળી આવ્યું હતું જેમાં તે અરૂણકુમાર સેલ્વરાજ (ઉ.26) હોવાનું અને મૂળ તામિલનાડુનો હોવાનું અને હાલ અમદાવાદ રહી ત્યાની ખાનગી હોસ્પિટલમાં રેડિયોલોજિક વિભાગમાં નોકરી કરતા હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં રાજકોટ ખાનગી હોસ્પિટલના રેડિયોલોજિક હાલ રજા પર હોય અમદાવાદથી રાજકોટ બે દિવસ પહેલા નોકરી માટે બોલાવ્યા હતા અને શુક્રવારે અને શનિવારે નોકરી કરી રવિવારે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *