રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ઉપલેટામાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કબ્જો જમાવવામાં આવ્યો હતો જે દબાણ હટાવવા માટે તંત્રનું મેગા ડિમોલેશન થયું હતું. ઉપલેટાના હાડફોડી ગામે આવેલ સર્વે નંબર 18 ની 1000 વીઘા જમીન ઉપર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવી જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. આ રીતે અંદાજે રૂ. 100 કરોડની જમીન વહીવટી તંત્ર દ્વારા ખાલી કરવામાં આવી હતી.
ઉપલેટાના મામલતદાર નિખીલ મહેતાએ જણાવ્યું હતું કે, ઉપલેટાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18 ની 200 હેકટર જમીન ઉપલેટા નગરપાલિકાને ચેતા સમયે નીમ કરવામાં આવી હતી. જે જમીન ઉપર મોટા પાયે દબાણો થઈ ગયા હતા. જેથી ડી એલ આર મારફત નિમ થયેલી જમીનની માપણી કરવામાં આવી હતી. જે માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા હતા તે તમામને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી.