ગોંડલ રોડ પરના આશ્રમમાં રહેતાં અને હરતુ ફરતુ જીવન જીવતાં રમેશભાઇ ભવાનભાઇ મકવાણા (ઉ.વ.50) નામના પ્રૌઢે ગઇકાલે સાંજે પોલીસ કમિશનર કચેરીએ આવી ફિનાઇલ પી લેતાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગરમાં નોંધ કરાવી હતી. રમેશભાઇએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે, તે બે ભાઇમાં નાના છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. જો કે પોતે ઘણા સમયથી ઘર છોડી આશ્રમમાં રહે છે અને ઓશો પ્રેમી છે. 2021માં પોતે બસમાં ટીકીટ વગર પકડાયા છે તેવા આરોપસર પોલીસ લઇ ગઇ હતી અને લોકઅપમાં પુરી દીધા હતાં. એ વખતે પોતાના થેલામાંથી વસ્તુ ગુમ થઇ હતી. આ મામલે પોતાને અન્યાય થયો હોઇ સતત રજૂઆતો કરવા છતાં ન્યાય ન મળતાં ફિનાઇલ પી લીધાનું રટણ કર્યુ હતું.