પ્રેરક વાર્તા સાથે દમદાર એક્ટિંગ અને ઇમોશનલ ડ્રામા!

હોરર ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત ડિરેક્ટર વિક્રમ ભટ્ટ આ વખતે એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી વાર્તા લઈને આવ્યા છે. ‘તુમકો મેરી કસમ’ ફિલ્મ IVF ટેકનોલોજીના પ્રણેતા ડૉ. અજય મુર્ડિયાના જીવન પર આધારિત છે. આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પ્રેમ, સંઘર્ષ, વિશ્વાસઘાત અને કોર્ટરૂમ ડ્રામાનું જબરદસ્ત મિશ્રણ છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, ઇશ્વાક સિંહ, અદા શર્મા અને એશા દેઓલે મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક 45 મિનિટ છે. આ ફિલ્મને 5 માંથી 3 સ્ટાર રેટિંગ આપ્યું છે.

ડૉ. અજય મુર્ડિયા (અનુપમ ખેર) એ ભારતમાં IVF ટેકનોલોજીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી. આ ફિલ્મ તેમના સંઘર્ષ, મહેનત અને સફળતાની વાર્તા દર્શાવે છે. ઇશ્વાક સિંહે તેમના યુવાનીના દિવસોની ભૂમિકા ભજવી છે, જ્યાં તેમનો જુસ્સો અને મહેનત દેખાય છે.

વાર્તામાં મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે ડૉ. મુર્ડિયા પર એક ગંભીર આરોપ મૂકવામાં આવે છે, જેનાથી તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દી જોખમમાં મુકાય છે. ત્યારબાદ વાર્તા કોર્ટરૂમ ડ્રામાનું સ્વરૂપ લે છે, જ્યાં વકીલ (એશા દેઓલ) તેને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. આ ફિલ્મ ન્યાય અને સત્ય માટેની લડાઈને અસરકારક રીતે દર્શાવે છે.

અનુપમ ખેરે પોતાના પાત્રમાં ઊંડાણ અને પ્રામાણિકતા દર્શાવી છે. તેમનો અભિનય દરેક દૃશ્યમાં પોતાની છાપ છોડી જાય છે. યુવાન ડોક્ટર મુર્ડિયા ભૂમિકામાં ઇશ્વાક સિંહે સારું કામ કર્યું છે. અદા શર્મા ડૉ. મુર્ડિયાની પત્ની ઇન્દિરાની ભૂમિકા ભજવે છે, જે હંમેશા તેમના પતિના સંઘર્ષમાં તેમની સાથે રહે છે. તેમનું પ્રદર્શન સારું રહ્યું છે. એશા દેઓલ એક મજબૂત વકીલ તરીકે દેખાય છે અને લાંબા સમય પછી પડદા પર પોતાની ઓળખ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *