પોરબંદર-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ બે દિવસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. 8 અને 15 જૂનની આ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ ઉપર દોડવાની છે, જેને લીધે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, એન્જિનિયરિંગના કામને કારણે બ્લોક લેવામાં આવ્યું હોવાથી બે દિવસની ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ ઉપર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, 8 અને 15 જૂન, 2024ના રોજ પોરબંદરથી ઊપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ, તેના નિર્ધારિત રૂટ મારવાડ-અજમેર-ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા મારવાડ-જોધપુર-મેડતારોડ-ડેગાના-રતનગઢ-ચુરુ-લોહારુ-રેવાડી થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બ્યાવર, અજમેર, કિશનગઢ, ફુલેરા, જયપુર, બાંદિકુઈ, અલવર અને ખૈરથલનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *