ભારતીય ટીમનો તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 5 વિકેટથી પરાજય થયો છે. આ સાથે, ટીમ 5 મેચની સિરીઝમાં 0-1 થી પાછળ પડી ગઈ છે. સિરીઝની બીજી મેચ 2 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે.
મંગળવારે લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચના છેલ્લા દિવસે, ઇંગ્લેન્ડને 350 રન બનાવવાના હતા, જે ટીમે 5 વિકેટ ગુમાવીને ચેઝ કર્યા. બેન ડકેટે 149 અને જેક ક્રોલીએ 65 રન બનાવ્યા. બેન સ્ટોક્સે 33 રન બનાવ્યા. ભારત તરફથી શાર્દૂલ ઠાકુર અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે-બે વિકેટ લીધી.
ભારતે ઇંગ્લેન્ડ ટીમને 371 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 465 અને ભારત 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતને પ્રથમ ઇનિંગમાં 6 રનની લીડ મળી હતી. મેચમાં ભારતીય ટીમે 9 કેચ છોડ્યા હતા. ટીમે પ્રથમ ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 3 કેચ છોડ્યા હતા.