રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં ગાયોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વરસાદ શરૂ થયો ત્યારથી ગૌશાળા કાદવ-કીચડ અને ગૌમૂત્રથી ભરાઈ ગઈ છે, જેના કારણે ગાયોને બેસવા કે ઊભા રહેવા માટે પણ સ્વચ્છ જગ્યા નથી મળી રહી. અહીં ગાયોને બેસવા માટે યોગ્ય જગ્યા નથી, પીવા માટે સ્વચ્છ પાણી નથી અને ઊભું રહેવા માટે પણ જગ્યા નથી. સદંતર એટલી હદે ખરાબ હાલત છે કે તેની કોઈ સીમા નથી. એક પણ ગાય સારી રીતે બેસી શકે તેવી પરિસ્થિતિ નથી.
ગાયો બેસી પણ નથી શકતીઃ સમાજસેવક સમાજસેવક મેહુલ ધોળકિયાએ આ મામલે જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત રેલનગરમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ખાનગી ગૌશાળાની હાલત અત્યંત ખરાબ છે. ગાયો ઊભી નથી રહી શકતી કે બેસી નથી શકતી. એટલું બધું ગોબર અને ગૌમૂત્ર ભરાયેલું છે કે જેની કોઈ સીમા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાના વાછરડાઓના પગ પણ કાદવમાં ડૂબેલા છે. જો રાજકોટ મહાનગરપાલિકા ગાયોની સાચવણી જ ન કરી શકતી હોય તો તેમને પકડે છે શા માટે? રાજકોટ મહાનગરપાલિકાને એટલું જ જણાવવાનું છે કે, બને તેટલી વહેલાસર આ ગૌશાળાને સાફ કરવામાં આવે અને ગૌમાતાને રહેવા માટેની યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે.