લોકમેળામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે પોલીસ!

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો શરૂ થવા જઇ રહ્યો છે, જેને લઈને પોલીસ, મનપા અને કલેક્ટર તંત્ર મેળાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયું છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રકારની તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. દર વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય છે. એક સમયે શ્વાસ લેવાના પણ ફાંફા પડી જાય એટલી મેદની એકઠી થઈ જતી હોવાથી આ વખતે એવું ન બને તે માટે પોલીસ દ્વારા નવતર અભિગમ કરવામાં આવ્યો છે, જેમાં એકંદરે પોલીસ દ્વારા આ વર્ષે “થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવામાં આવશે.

રાજકોટ શહેર DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, મેળામાં ‘ઓવર ક્રાઉડ’ મતલબ કે વધુ પડતી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડની અંદર એકઠા થઈ ગયા હોવાનો મેસેજ મળશે એટલે તુરંત જ એન્ટ્રી અટકાવી દેવામાં આવશે. આ દરમિયાન અંદર જનારા લોકો હેરાન ન થાય કે ફસાય ન જાય તે માટે ત્રણ જગ્યાએ હોલ્ડીંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં તેમને ઉભા રાખી દેવામાં આવશે અને જેવી અંદર ભીડ ઓછી થયાની જાણ થશે કે તેમને એન્ટ્રી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *