સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ પી.પી.બહ્મભટ્ટ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે દમણ તરફથી દારૂ ભરેલ એક ટ્રક રાજકોટ તરફથી જેતપુર તરફ જતી હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે નવા રીંગરોડ પર ટ્રેપ ગોઠવી હતી.
ત્યારે ખોખળદળના બ્રિજ પાસે દારૂ ભરેલ ટ્રક પહોંચતા તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતાં અંદરથી પ્લાસ્ટિક બેગની આડમાં દારૂનો મોટો જથ્થો મળી આવતાં દારૂની મોડી રાત સુધી ગણતરી કરતાં કુલ 4500 બોટલ દારૂ મળી આવ્યો હતો. એસએમસી ટીમે રૂ.24.23 લાખના દારૂ સાથે એક ટ્રક સહિત રૂ.49 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલક રૈયા ભીખા ઈંદરીયા (ઉ.વ.38) ને દબોચી લઈ પૂછપરછ હાથ ધરી હતી. દારૂનો જથ્થો થાનના હરેશ માનસંગ માથાસૂરિયાએ દમણથી મંગાવ્યો હતો અને ટ્રક ઉપલેટાના રમેશ જગમાલ ઘુલનો હોવાનું ખુલ્યું હતું તેમજ દારૂ જેતપુર નજીક પહોંચાડવાનો હતો. પોલીસે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાવી દારૂ મંગાવનાર, ટ્રક ચાલક, દમણથી દારૂ સપ્લાય કરનાર સહિતના ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.