ગોંડલમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસ-આગેવાનોની બેઠક

ગોંડલ A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે DYSP ની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ઇન્સ્પેક્શન બાદ શહેરના આગેવાનો અને નગરપાલિકાના પદાધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યત્વે શહેરની વકરી રહેલી ટ્રાફિક સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ચર્ચા દરમિયાન સામે આવ્યું કે રિક્ષા અને માલવાહક વાહનો દ્વારા આડેધડ પાર્કિંગ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જે છે. જેલ ચોક, માંડવી ચોક, વિક્રમસિંહજી રોડ અને બસ સ્ટેન્ડ રોડ જેવા વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

નાની બજાર, મોટી બજાર, જેલ ચોક અને વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ સહિતના મુખ્ય માર્ગો પર દુકાનદારો દ્વારા દુકાનની બહાર મોટા હોર્ડિંગ્સ અને બોર્ડ લગાવવામાં આવે છે. આના કારણે પાર્કિંગની જગ્યા બચતી નથી, જે ટ્રાફિક જામનું કારણ બને છે.

શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાં સવાર, બપોર અને સાંજના સમયે ભારે ટ્રાફિક જામની સમસ્યા નિયમિત બની ગઈ છે. બેઠકમાં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસની ગેરહાજરીનો મુદ્દો પણ ઉઠ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *