પોલીસમેન રાજકોટમાં સાયબર સેલમાં અને મહિલા કોન્સ્ટેબલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જ્યાંથી તેઓ રજા મુક્યા વગર સાત દિવસ પહેલાં લાપતા થઇ ગયા છે, બીજી બાજુ મહિલા કોન્સ્ટેબલના ખેડામાં ફરજ બજાવતા પોલીસમેન ભાઇએ ગોંડલ SRP ગ્રૂપના PSI અને બે સાગરીતને સાથે રાખી લાપતા પોલીસમેનના રાજકોટમાં માલવિયાનગર પોલીસમથકમાં ફરજ બજાવતા મિત્ર કોન્સ્ટેબલ પર હુમલો કર્યો
શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અને પોલીસમેન સાત દિવસથી ઘરે કહ્યા વગર ભાગી ગયા હતા, મહિલા કોન્સ્ટેબલનો પોલીસમેન ભાઇ અને તેના પરિચિત પીએસઆઇએ બહેનને ભગાડી કોન્સ્ટેબલને શોધવા તેના પોલીસમેન મિત્ર પર હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર થતાં દેકારો મચી ગયો હતો, જોકે પોલીસે સમાધાન થઇ ગયું હોય ફરિયાદ નહીં નોંધ્યાનું કહી આશ્ચર્ય સર્જયું હતું.