જામનગરના બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

રાજકોટમાં સમલૈગિંક સંબંધ બાંધવા આવેલાં યુવાનને મારમારી આઈફોન તેમજ રોકડ રકમની લૂંટ ચલાવનાર જામનગરના બે શખસોની પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી રોકડ અને મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર 23 વર્ષીય યુવાન સમલૈગીંક એપ મારફતે રૂદ્ર ગૌસ્વામી સાથે સંપર્કમાં આવ્યો હતો સંબંધ બાંધવા માટે બોલાવી લૂંટ ચલાવતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, સમલૈંગિંક સબંધ બાંધવા યુવાનને બોલાવ્યા બાદ મુંજકા ચોકડી તરફ લઈ જઈ ત્યાં માર મારી જામનગરના બે શખસોએ મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી નાસી છૂટતાં યુનિવર્સિટી પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદી ભોગ બનનાર 23 વર્ષીય યુવાન સમલૈંગિક એપ (HEESAY) મારફતે પ્રતીકગીરી ગોસ્વામી ઉર્ફે રૂદ્ર ગોસ્વામી સાથે સંપર્કમાં આવ્યાં બાદ સાંજના બસ સ્ટેન્ડ પાસે મળવા બોલાવી બાઈકમાં મુંજકા ચોકડી તરફ લઈ જઈ કારસ્તાન કર્યું હતું. બનાવ અંગે ગોકુલધામ સોસાયટી રોડ પર આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા 23 વર્ષીય યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૂદ્ર ગોસ્વામી અને રાજદીપ ગોસ્વામીનું નામ આપતાં પોલીસે બીએનએસ એક્ટ કલમ 309(6),54 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *