વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ 15 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે છે. આજે (16 સપ્ટેમ્બર) અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 4 વાગ્યે પીએમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ દરમિયાન PM મોદી ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતાં ઝીલતાં મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે 8000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં હતાં.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ સીઆર પાટીલ પણ જોડાયા હતા. નરેન્દ્ર મોદીએ લગભગ 35 મિનિટ સુધી સભા સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ સરદાર પટેલની ધરતીનો દીકરો છે, જેને જેટલી મજાક ઉડાવવી હોય એટલી ઉડાવો, મેં નિર્ણય લીધો હતો કે હું એક શબ્દ નહીં બોલું. બધા અપમાન પચાવીને 100 દિવસમાં દેશહિતની નીતિ બનાવવામાં જ લાગી પડ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ રાજ ભવન પહોંચ્યા હતા.