UN મહાસભામાં PM મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રને સંબોધિત કર્યું. તેમણે ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ કહ્યું, “આજે હું અહીં માનવતાના છઠ્ઠા ભાગનો અવાજ સાંભળવા આવ્યો છું… અમે ભારતમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને અમે બતાવ્યું છે કે સતત વિકાસ સફળ થઈ શકે છે. અમે ગ્લોબલ સાઉથ સાથે અનુભવ શેર કરવા માટે તૈયાર છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું, માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહીં, આપણી સામૂહિક શક્તિમાં રહેલી છે. વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા મહત્વપૂર્ણ છે. સુધારાઓ પ્રાસંગિકતાની ચાવી છે.

તેમણે કહ્યું, ‘વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને તેના 140 કરોડ લોકો વતી તમને નમસ્કાર. જૂનમાં લોકોએ મને માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીમાં ત્રીજી વખત સેવા કરવાની તક આપી. હું અહીં તેમના વિચારો વ્યક્ત કરવા માટે આવ્યો છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *