રાજકોટને એઈમ્સ, ક્રિકેટ સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા બાદ હવે રાજકોટમાં મેટ્રો રેલ પણ દોડતી થશે. રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ નેટવર્ક પ્લાનિંગ ગ્રુપની 89મી બેઠક મળી હતી. આ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ એવા રોડ, રેલવે અને મેટ્રોની સમીક્ષા કરવામાં આવી હતી.
નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ એનપીજીની 89મી બેઠક શુક્રવારે(14 માર્ચ) રોડ રેલવે અને મેટ્રો સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવા માટે બોલાવવામાં આવી હતી. એનપીજીએ રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટના આશરે 41 કિલોમીટર સહિત આઠ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. જે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ આવે છે. રાજકોટ મેટ્રો પ્રોજેક્ટ એ ગ્રીનફિલ્ડ શહેરી પરિવહન પહેલ છે જે તેનો હેતુ રાજકોટમાં ભીડ ઘટાડવા અને પરિવહનનું મોડ પ્રદાન કરવાનો છે.
રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા PM મોદીએ કરી 41.11 કિમીમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ હાલના શહેરી માળખાને સાથે સંકલન કરી પ્રાદેશિક રેલસીટી બસ સેવાઓ અને મધ્યવર્તી જાહેર પરિવહનની જેમ કે ઓટો અને સાયકલ રિક્ષાઓ સાથે મલ્ટી મોડલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. નોંધનીય છે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એ લાઈટ રેલ ટ્રાન્જિક સિસ્ટમની શક્યતા અને સ્કેલ નક્કી કરવા સપ્ટેમ્બર 2021માં રાજકોટ મેટ્રો પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર તૈયાર કરવા માટે ટેન્ડર આપ્યું હતું. બાદમાં સરકારે રાજકોટ મેટ્રો પ્રોજેક્ટ બનાવવા માટે ગયા વર્ષે કેન્દ્ર સરકારને 10,000 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂરીની રાહ જોઈ બેઠી છે પરંતુ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટની સમીક્ષા પીએમ મોદીએ કરી હતી. હવે કેન્દ્રમાંથી લીલી ઝંડી આવે એટલે પ્રોજેક્ટ આગળ વધારવામાં આવશે