PM મોદી અને અદાણીનો ડીપફેક વીડિયો 48 કલાકમાં હટાવવા આદેશ

અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવાના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ડીપફેક વીડિયો 48 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે INC અને તેના નેતાઓને 29 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા માટે શો કોઝ નોટિસ પણ જારી કરી છે.

‘મોદી-અદાણી ભાઈ ભાઈ, દેશ વેચકર ખાઈ મલાઈ’ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિકો X કોર્પ અને ગૂગલ LLPને પણ 72 કલાકમાં આ વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ જિલ્લા કોર્ટના વધારાના સિવિલ જજે AELની અરજી પર એક્સ-પોસ્ટને આદેશ આપ્યા હતા. કંપનીએ કોંગ્રેસના X હેન્ડલ પર 17 ડિસેમ્બરે પોસ્ટ કરાયેલા વીડિયોને લઈને વાંધો ઉઠાવ્યો હતો, જેમાં મોદી અને અદાણી વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી હતી અને તેની સાથે ‘મોદી-અદાણી ભાઈ ભાઈ, દેશ વેચકર ખાઈ મલાઈ’ એવો કેપ્શન મૂકવામાં આવ્યો હતો.

કંપનીએ આંતરિમ રાહત તરીકે રાજકીય પક્ષ, તેના નેતાઓ અને સોશિયલ મીડિયા કંપનીઓ સહિત 7 પ્રતિવાદીઓને તરત જ આ ડીપફેક વીડિયો હટાવવાનો આદેશ આપવા વિનંતી કરી હતી. કારણ કે તે નુકસાનકારક અને માનહાનિકારક હોવાનું જણાવ્યું હતું. કોર્ટે વધુમાં આદેશ આપ્યો કે પ્રતિવાદીઓ દ્વારા આદેશનું પાલન ન થવા પર, વાદીને માહિતી પ્રૌદ્યોગિકી, મધ્યસ્થ માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ નિયમો, 2021 અનુસાર યોગ્ય કાર્યવાહીની છૂટ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *