ફોનપે ઓગસ્ટમાં IPO માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કરશે

અમેરિકન રિટેલ જાયન્ટ વોલમાર્ટની ડિજિટલ પેમેન્ટ કંપની ફોનપે ઓગસ્ટમાં તેના આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર્સ (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે ડીઆરએચપી) ફાઇલ કરી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલો અનુસાર, ફોનપે તેના આઈપીઓ દ્વારા 1.5 બિલિયન ડોલર એટલે કે લગભગ 13,014 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

આ IPO ભારતની ડિજિટલ પેમેન્ટ કંપની PhonePeનું મૂલ્ય લગભગ $15 બિલિયન એટલે કે લગભગ રૂ. 1.25 લાખ કરોડ આંકે તેવી અપેક્ષા છે. PhonePeએ તેના IPOનું સંચાલન કરવા માટે મોટા નામો પસંદ કર્યા છે, જેમાં કોટક મહિન્દ્રા કેપિટલ, JP મોર્ગન ચેઝ, સિટીગ્રુપ અને મોર્ગન સ્ટેનલીનો સમાવેશ થાય છે.

2 મહિના પહેલા, ફોનપેએ પોતાને ખાનગીમાંથી જાહેર કંપનીમાં બદલી નાખ્યું હતું. 16 એપ્રિલના રોજ પ્રમોટરોની સામાન્ય સભામાં કંપનીએ તેનું નામ ફોનપે પ્રાઇવેટ લિમિટેડથી બદલીને ફોનપે લિમિટેડ કર્યું છે. આ પ્રક્રિયા ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ માટે જરૂરી કાનૂની પ્રક્રિયાનો એક ભાગ છે. ફોનપેએ ફેબ્રુઆરીમાં IPO માટે આયોજન શરૂ કર્યું હતું.

અગાઉ, કંપનીએ ડિસેમ્બર 2022માં તેનું મુખ્ય મથક સિંગાપોરથી ભારતમાં ખસેડ્યું હતું. આ સાથે, કંપનીએ તેના નોન-પેમેન્ટ વ્યવસાયને અલગ-અલગ પેટાકંપનીઓમાં વિભાજિત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *