ધોરાજીના જુદા-જુદા વિસ્તારોમાં ભૂગર્ભ યોજનાના ફેઝ 2નું કામ શરૂ

ધોરાજી શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાથી વંચિત રહેલાં મહેશનગર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના ફેસ -૨ની કામગીરી મંજૂર કરવામાં આવી છે અને આગામી સમયમાં આ કામ શરૂ કરવામાં આવનાર છે.આ કામ થયેથી ગંદા પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ આવશે અને રોગચાળાના ઓથાર નીચે જીવતા લોકોને સ્વચ્છ વાતાવરણમાં રહેવાનો અવસર મળશે.

ધોરાજી માં ભૂગર્ભ ગટર યોજનાથી વંચિત રહેલાં મહેશ નગર, સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના ફેસ -૨ની કામગીરી મંજૂર કરાઈ છે કામગીરી નો પ્રારંભ થતાં સ્થાનિક લોકો ની ગંદા પાણી નિકાલ ની સમસ્યાઓ હલ થનાર છે. ધોરાજી નગરપાલિકાનાં ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ધોરાજી માં ભૂગર્ભ ગટર યોજના થી વંચિત બાકી રહેલાં વિવિધ વિસ્તારો ની ભૂગર્ભ ગટર યોજના ફેસ -૨ની કામગીરી મંજૂર કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *