Ph.D. માટે ગાઇડ સાથે સંબંધ બાંધવા મામલે VCનું નિવેદન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષાને લઈને ગઈકાલે NSUI દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કાર્યકર્તાઓની સાથે આવેલી એક યુવતીએ કુલપતિ સમક્ષ પોતાની વેદના રજૂ કરતા કહ્યું હતું કે, અહીં પીએચ.ડી. કરવું હોય તો ગાઈડ સાથે સબંધ બાંધવા પડે છે. આ સમાચાર
પ્રકાશિત થયા બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. નિદત બારોટે આ દીકરીના આક્ષેપો જો સાચા હોય તો ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીમાં તેની ફરિયાદ થવી જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવ્યું હતું.

આ મામલે આજે (5 ઓગસ્ટે) કુલપતિએ જણાવ્યું કે, આક્ષેપો કરનારી યુવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થિની હતી. તેમ છતાં પણ આ યુવતી દ્વારા વિમેન્સ ડેવલપમેન્ટ સેલ સમક્ષ રજૂઆત કરવામાં આવશે તો ચોક્કસપણે તેમાં કાયદેસર પગલાં લેવામાં આવશે.

હેરેસમેન્ટના કિસ્સાઓમાં ફરિયાદ માટે કઈ કમિટી હોય તેનો પણ કુલપતિને ખ્યાલ નથી! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના નિવેદનથી વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગઈકાલે NSUIની પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવાની રજૂઆત દરમિયાન એક યુવતીએ શોકિંગ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, PHD કરવા માટે ગાઈડ સાથે સંબંધ રાખવા પડે. આ મામલે આજે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓના આ પ્રકારના પ્રશ્નો માટે વિમેન્સ ડેવલપમેન્ટ સેલ છે. જોકે હકીકત એ છે કે આ પ્રકારની કોઈ કમિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે જ નહીં. પરંતુ હેરેસમેન્ટ પ્રકારની બહેનોની સમસ્યાઓ માટે ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી છે. જેથી કહી શકાય કે કુલપતિને એ પણ ખ્યાલ નથી કે બહેનોની હેરેસમેન્ટની ફરિયાદ માટે કઈ કમિટી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *