ગોંડલ ગોંડલ નાગરીક બેંક દ્વારા નિયમ વિરૂધ્ધ અનેક મતદારોને મતદાર યાદીમા સામેલ કરાયા હોવાની હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરાઇ છે અને આગામી તા.૨૨ નાં સુનાવણી હાથ ધરાશે ગોંડલ નાગરીક સહકારી બેંક દ્વારા જસદણના એક જ કોમના લોકોને મફત શેર સભાસદ બનાવવા માટેના ફોર્મનું વિતરણ બેંકના સતાધીશો દ્વારા કરાયુ હોય, આવનારી બેંકની સામાન્ય ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ ઉમેરો કરી અને 3900 ઉપરાંતના ખોટા મતદારો સામેલ કર્યાના આક્ષેપ સાથે બેંકના ડિરેકટર યતિષભાઈ દેસાઈએ ગોંડલ નાગરિક બેંક, સ્ટેટ રજિસ્ટ્રાર તથા ડિસ્ટ્રીકટ રજિસ્ટ્રારને રજૂઆતો કરવા છતા એકશન ન લેવાતા ગુજરાત હાઈકોર્ટ માં સ્પે.સિવિલ એપ્લીકેશન ૯૮૮૯/ ૨૦૨૪થી રીટ દાખલ કરતા હાઈકોર્ટે તમામ સામાવાળાઓને નોટીસ કાઢવામાં આવી છે. વધુ સુનાવણી 22/7/24 ના રોજ હાથ ઘરાશે.