મોંઘા મોબાઇલ સસ્તામાં આપવાની લાલચ આપી પૈસા લઇ મોબાઇલ ન આપી વિશ્વાસઘાત કરતા શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો

સોશિયલ મીડિયા મારફતે મોંઘા મોબાઇલ ફોન સસ્તામાં આપવાની લાલચ આપી વ્યક્તિઓ પાસેથી મોબાઇલના પૈસા લઇ વ્યક્તિઓને મોબાઇલ ન આપી વ્યક્તિઓ સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરવાની ટેવવાળા શખ્સ સામે અટકાયતી પગલા લેવાની આપેલ સૂચનાથી થોરાળા પોલીસ પીઆઈ એન.જી.વાઘેલા અને ટીમે અગાઉ આઈટી એક્ટ હેઠળના ગુન્હાઓમાં પકડાયેલ આરોપી જયેશ ઉર્ફે જયદિપ ઉર્ફે ડેવીલ ઉર્ફે જયુ વિઠલ ઝાલાને ગુનાહિત પ્રવૃતી કરતો અટકાવવા માટે તેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલાતા જયેશ ઉર્ફે જયદિપ ઉર્ફે ડેવીલ વિરૂદ્ધની પાસ દરખાસ્ત મંજુર કરી તેને વડોદરા જેલમાં ધકેલાવાનો હુકમ કરતાં સ્ટાફે તેની ધરપકડ કરી વડોદરા જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. આરોપી વિરૂદ્ધ રાજકોટના અલગ અલગ પોલીસ મથક તેમજ હળવદ, સુત્રાપાડા, સલાબતપુર, વરાછા સહિતના પોલીસ મથકમાં છેતરપીંડી, સાયબર ફ્રોડ અને ચોરીના ગુના નોંધાયેલ છે.

અમીબેન મનીષભાઈ અવલાણી (ઉ.વ.41) ગત બુધવારે રાત્રીના 8 વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હોય જેની જાણ તેનાં પરિવારજને થતાં તુરંત 108ને જાણ કરી 108 મારફત અર્ધબેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેને ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી જે તપાસમાં મૃતક અમીબેન બિમાર હતાં. અને તેઓને 9 તારીખના રોજ બ્રેઈન સ્ટ્રોક આવતાં પડી ગયાં હતાં અને ઇજા પહોંચી હતી બાદ તેઓ બીમાર અવસ્થામાં હતા. બે દિવસ પહેલા પોતાના ઘરે અર્ધ બેભાન થઈ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં મોત નિપજ્યું હતું. પોલીસે તેના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *