ડિસ્કાઉન્ટની ઓફર આપી લોકોને શિકાર બનાવ્યા

મુસ્લિમો માટે અતિ પવિત્ર માનવામાં આવતી હજ અને ઉમરાહની યાત્રાના નામે રાજકોટની રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ અલગ-અલગ ગ્રૂપમાં 217થી વધુ વ્યક્તિઓ પાસેથી રૂપિયા લઇ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે. જેમા રાજકોટ, ગોંડલ, જેતપુર, મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના શહેરોના લોકો સાથે છેતરપિંડીનો આંકડો બે કરોડ જેટલો છે હાલ આ મામલે 19 વ્યક્તિઓ સાથે રૂ.14 લાખની ઠગાઇ કર્યાની બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ભાવનગર રોડ પર ફાયર સ્ટેશન પાસે રહેતા અને ઇવેન્ટ ડેકોરેશનનું કામ કરતાં સમીરભાઇ રજાકભાઇ મુલતાનીએ ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અફઝલ રૂમી, ફિરોઝ જાફાઇ અને એજન્ટ તરીકે નાેકરી કરતી બિસ્મિલાબેન સામે ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલાં મારા વયોવૃદ્ધ માતા-પિતાને હજ અને ઉમરાહની અમારા મુસ્લિમ ધર્મની ધાર્મિક યાત્રા કરવા મોકલવા હોય જેથી તેને રાજકોટમાં ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા અફઝલ રૂમી અને ફિરોઝ જાફાઇનો કોન્ટેક કરી વાત કરી હતી અને તેની ઓફિસે નોકરી કરતા બિસ્મિલાબેન સહિતને મળ્યા હતા અને તેને સાઉદી અરબ જવા માટેની ટિકિટના 61 હજારથી લઇને 75 હજાર સુધીનો ખર્ચ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *