શહેરમાં ભગવતીપરા પાસે સુખસાગર સોસાયટીમાં રહેતો ચિરાગ દલાભાઇ વાઘેલાએ તેની પાસે ભગવતીપરાના અંબિકા પાર્કમાં રહેતો ઇમ્તિયાઝ ઇબ્રાહીમભાઇ મુકાસરા, તેની પત્ની અને તેના ભાઇ જાહીદ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ઘેર લાઇટ ન હોય પરિવાર સાથે ઘર બહાર બેઠા હતા તે દરમિયાન ઇમ્તિયાઝ, તેની પત્ની અને તેનો ભાઇ જાહીદ અને એક અજાણી સ્ત્રી સહિતનાઓ ધસી આવ્યા હતા અને મારી ગાડી મારા ઘર પાસે પડી હતી તેનો કાચ તમારા જ સમાજના કોઇ વ્યક્તિએ તોડી નાખ્યો છે. જેથી યુવકે અમને આ બાબતની જાણ નથી જો તમને આ કાચ કોણે તોડ્યો છે તેની માહિતી હોય તો અમને કહો જો અમારા સમાજનો હશે તો અમે તેને લઇને આવીશું. બાદમાં અમને ધમકાવી જાહીદે કહેલ કે તારો બાપ સમાજનો આગેવાન છે હું કંઇ જાણું નહીં ગમે ત્યાંથી અેને હાજર કરો નહીં તમને અહી રહેવા દેશું નહીં અને ઘર પાસે જોરશોરથી ગાળો બોલી ધમાલ મચાવી હતી અને સવાર સુધીમાં આ છોકરો હાજર નહીં થાય તો બધા મકાન ખાલી કરી જતાં રહેજો તેવી ધમકી આપી હતી અને સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. બાદમાં અમારા સમાજના લોકો એકઠા થઇ જતા આ શખ્સો નાસી ગયા હતા.
બાદમાં ઘર પાસે રહેતા મોનિકાબેન રખડતા કૂતરાંના ડરથી ભાગીને ઘરમાં જતા બન્ને ભાઇઓ સહિતે તું કંઇક જાણતી લાગે છે, કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં જાણ થતાં ચિરાગભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરી હતી. થોડીવાર બાદ ઇમ્તિયાઝ સહિતના શખ્સો પરત ધોકા, પાઇપ સાથે ધસી આવ્યા હતા અને તમારે જવાબ તો આપવો જ પડશે નહીં તો તમારો હિસાબ કરી દેશું કહી ધમકાવતા હતા અને પોલીસ આવી પહોંચી હોવાનું જણાવતા પીઆઇ રાણે સહિતે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.