ધોરાજી નાયબ કલેકટર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે મેરવદર નાં શખ્સ ને હદપાર કરવા નો હૂકમ કરાયો છે
ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ધોરાજી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ નાગાજણ એમ.તરખાલા દ્વારા હુકમ કરતા આરોપી હાર્દિક ઉર્ફે હાજો ઉકાભાઇ હમીરભાઈ ને રાજકોટ,પોરબંદર તથા જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવા કરવા નો હૂકમ કરાયો છે.
ધોરાજી નાં નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ નાગાજણ તરખાલા એ જણાવ્યું હતું કે
જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઇસમ હાર્દિક ઉર્ફે હાજો ઉકાભાઇ હમીરભાઈ,ઉ.વ.૨૨,રહે.મેરવદર વાળો વિરુદ્ધ માં ગૂના નોંધાયેલ હોય,પ્રોહીબીશનના કાયદાનો વારંવાર ભંગ કરતા હોય વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ સુધીમાં પ્રોહી.ધારાનો ભંગ કરવા અંગેના/મારામારીના કુલ ૫ ગુન્હા નોંધાયેલ છે અને મજકુર ઇસમ વિરૂધ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના અને મારામારીના ૩ ગુન્હાઓ કોર્ટમા ચાલી જતા તેને સજાઓ થયેલ છે.
આ ઈસમ ગુનાહિત પ્રવૃતિવાળો હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેને તાત્કાલિક હદપાર કરવાનું આવશ્યક જણાતા,તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્યો કરતો અટકાવવા સારું ધોરાજી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એ તા.૨૭/૦૫/૨૦૨૫ના રોજ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૫૬(ક) હેઠળ હાર્દિક ઉર્ફે હાજો ઉકાભાઇ હમીરભાઈ ને ત્રણ માસ માટે રાજકોટ,પોરબંદર અને જામનગર જિલ્લાની હદમાંથી હદપાર/તડીપાર કરવા હુકમ કરેલ છે.