આટકોટમાં અવારનવાર લાઈટ ગુલ થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને પીજીવીસીએલ કચેરીએ દોડી જઇને આવેદનપત્ર આપવામાં આવ્યું છતાં કલાકો સુધી લાઈટો ગુલ થવાની પરંપરા જળવાઇ જ રહી છે. માત્ર વરસાદનાં બે છાંટા પડેને લાઈટો ગુલ થઈ જાય છે.
ગામનાં લોકોએ આવેદનપત્ર આપ્યું છે, છતાંય કોઇ સુધારો થયો નથી. જેથી ગામનાં લોકો ફરી એકવાર પીજીસીએલ કચેરીએ ધરણાં કરશે તેવું ચર્ચા ચાલી રહી છે. રવીવારનાં વહેલી સવારે પાંચ વાગ્યેથી લાઈટો ગુલ થઈ હતી જેથી એક કલાકે આવી હતી, મેન્ટેનન્સનું કામ છે તેમ કહી સવારથી વીજ કાપ મુકાયો, જે બાર વાગ્યા સુધી હતો પણ લાઈટ આવી બે વાગ્યા પછી ! અનેક લોકો પીજીસીએલની ઓફીસે દોડી ગયા હતા.
અવારનવાર લાઈટો ગુલ થતાં લોકો હવે ધરણા પર બેસવા ની તૈયારી કરી રહ્યા છે. આટકોટ જી જે વાય ફીડર વારંવાર ટ્રીપ થઇ જતું હોય છે અને અવારનવાર લાઈટ ગુલ થઈ જાય છે. આના પરથી ખ્યાલ આવે કે પીજીવીસીએલએ મોન્સુનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.