ધોરાજીમાં પેટમાં દુ:ખાવા,ઝાડા, ઊલટી, તાવ, શરદીના દર્દીઓ વધ્યા

ધોરાજીમાં ઉનાળા પ્રારંભ અને બેવડી ઋતુના લીધે પેટમાં દુ:ખાવા,ઝાડા, ઉલ્ટી,તાવ, શરદી ઉધરસનાં કેસો વધ્યા છે. એક સમયે માત્ર 100 કે 150 દર્દીઓ આવતા હતા તે હવે વધીને 300 આસપાસ થઇ ગયા છે અને ખાનગી દવાખાના અને હોસ્પિટલનો આંક મેળવીએ તો ઔર વધી શકે તેમ છે ત્યારે આરોગ્ય વિભાગે ખુલ્લા, વાસી ખોરાક ન ખાવા , ફળો ધોઇને જ ખાવા સલાહ આપી છે.

ધોરાજી પંથકમાં ગરમીનાં પ્રારંભે રોગચાળો ધીેમે ધીમે વધી રહ્યો છે. પેટમાં દુ:ખાવા,ઝાડા, ઉલ્ટી,તાવ, શરદી ઉધરસનાં રોગોનાં દર્દી ઓ સરકારી, ખાનગી હોસ્પિટલમાં સારવારમાં આવી રહ્યા છે

ધોરાજી સરકારી હોસ્પિટલનાં ડો રાજ બેરાએ જણાવ્યું હતું કે હજુ તો ગરમીનો પ્રારંભ થયો છે ત્યારે બેવડી ઋતુ તેમજ ખાણીપીણીની ખોટી ટેવ અને રીતના લીધે પેટમાં દૂખાવા, ઝાડા, ઉલ્ટી, તાવ, શરદી ઉધરસનાં રોગોનાં દર્દીઓ સરકારી હોસ્પિટલ ખાતે આશરે 350 જેટલા દરરોજ ઓપીડીમાં આવી રહ્યા છે. તબીબોએ ગરમીમાં પુરતું પાણી પીવા, વાસી ખોરાક ન આવા અને સીઝનલ ફળો ધોઇને જ ખાવાની સલાહ અને જો તબીયતમાં કોઇ ફેરફાર જણાય તો તાબડતોબ દવાખાને જઇ, તબીબોની સલાહ મુજબ જ દવા લેવા સુચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *