રેલ મદદ એપથી યાત્રિકો કોઈપણ ફરિયાદ કરી શકશે, ચાલુ ટ્રેનમાં જ થશે નિરાકરણ

ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો અત્યાર સુધી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબરમાં ફોન કરી ફરિયાદ કરતા હતા પરંતુ હવે રેલવેની મોબાઈલ એપ્લિકેશન ‘રેલ મદદ’માં દરેક સમસ્યાનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આશરે 10 લાખ લોકો આ એપ્લિકેશન સાથે જોડાઈ ગયા છે અને તેનો ઉપયોગ કરીને લાભ લઇ રહ્યા છે. યાત્રિકો ટ્રેન સંબંધિત કોઇપણ પ્રકારના સવાલો અને ફરિયાદોનો હલ અહીં મેળવી શકે છે. આ એપ ટ્રેનથી મુસાફરી કરનારાઓ માટે કોઇ રામબાણથી કમ નથી. મુસાફરી દરમિયાન યાત્રિકને કોઇપણ પ્રકારની અગવડતા પડે તો આ એપના માધ્યમથી ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. યાત્રિકે કરેલી ફરિયાદ સીધી રેલવે બોર્ડમાં જશે, ત્યાંથી તુરંત જ સંબંધિત ડિવિઝનના અધિકારીને તાકીદ કરવામાં આવશે. યાત્રિક જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હશે તે મુસાફરી દરમિયાન જ આગળના સ્ટેશન પર તેની સમસ્યાનું નિરાકરણ રેલવે કરી આપશે. આ ઉપરાંત 139 ઉપર ફોન કે એસએમએસથી પણ ફરિયાદ થઈ શકશે.

ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ યાત્રિકના સામાન કે પૈસાની ચોરી થઇ જાય કે કોઈ મહિલાની છેડતી થાય એવી ઘટનામાં જો યાત્રિક ‘રેલ મદદ’ એપમાં ફરિયાદ કરશે તો આવી ગુનાહિત ઘટનાની ફરિયાદ સીધી RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)માં જશે. ફરિયાદ મળતાં જ કંટ્રોલમાંથી ટ્રેનમાં જ ડ્યૂટીમાં રહેલા આરપીએફના જવાનને સૂચિત કરાશે. જો ટ્રેનમાં કોઈ જવાન નહીં હોય તો આગળના સ્ટેશન પર રેલવે પોલીસ કોચમાં પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *