જસદણ-વીંછિયામાં 1.17 કરોડનાં ખર્ચે પંચાયત વિભાગના સ્ટાફ ક્વાર્ટર બનશે

જસદણ અને વીંછિયા તાલુકામાં સ્ટાફ માટે તથા ટીડીઓ માટે ક્વાર્ટર મંજૂર તથા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. જસદણમાં તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓના હીતાર્થે ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાના પ્રયત્નથી રૂ.6.43 કરોડની રકમ મંજુર કરવામાં આવી હતી.

જસદણ અને વીંછિયા ખાતે તાલુકા વિકાસ અધિકારીના કવાટર્સ અને સ્ટાફ માટેના કવાટર્સ માટે અધિકારી અને પંચાયત વિભાગના કર્મચારીઓની લાગણીને ધ્યાનમાં રાખી ધારાસભ્ય અને સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી એમ. બાવળીયાએ પંચાયત મંત્રીને સ્ટાફ કવાટર્સ મંજૂર કરવા ધ્યાન દોરતા પંચાયતોના માળખાકીય સુવિધા અંતર્ગત વિછીંયા ખાતે સીડીપી-3 યોજના હેઠળ બી-1 ટાઈપના 6 યુનિટ અને બી ટાઈપના 6 મળી કુલ 12 કવાટર્સ બનાવવાના માટે રૂ.5.80 કરોડ અને જસદણ અને વિંછીયા બંને તાલુકાઓમાં ટી.ડી.ઓ.કવાટર્સ (58.47લાખ મુજબ) માટે રૂ.1.17 કરોડની રકમને વહીવટી મંજુરી આપી છે.

આમ જસદણ અને વીંછિયા બંને તાલુકાઓમાં સ્ટાફ કવાટર્સ અને ટી.ડી.ઓ.કવાટર્સ માટે કુલ રૂ.13.40 કરોડની રકમ પંચાયત વિભાગે મંજૂર કરી છે. સરકાર દ્વારા કામને વહીવટી મંજુરી મળતા કામના અંદાજો સહીતની ટેકનીકલ, વહીવટી કામગીરી તાત્કાલીક કરવા અને ખુટતી જમીન માટે મહેસુલ વિભાગ પાસે ખરાબાની જગ્યા મેળવવા ટી.ડી.ઓ અને માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક / નાયબ કાર્યપાલક ઈજનેરને સૂચનાઓ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *