પાકિસ્તાન હોકી એશિયા કપમાંથી હટી ગયું

પાકિસ્તાને 29 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે નામ પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં, ઓમાને પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનને તક આપવામાં આવી છે.

હોકી ઈન્ડિયાના એક સૂત્રએ ભાસ્કરને જણાવ્યું હતું કે- ‘મંગળવારે સવારે પાકિસ્તાન હોકી ફેડરેશને સત્તાવાર રીતે ભારત આવવાનો ઇનકાર કરી દીધો છે. ઓમાનની ટીમ પણ પાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં, બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનને ડ્રોમાં સામેલ કરવામાં આવ્યા હતા.’

અગાઉ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાંથી ખસી જશે. એક મહિના પહેલા, પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF)એ સુરક્ષા કારણો દર્શાવ્યા હતા. જોકે, ભારત સરકારે પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *