પોરબંદરના ખોડિયાર ટ્રેક્ટર્સના માલિકને ચેક રિટર્નના કેસમાં દોઢ વર્ષની સજા પડી

રાજકોટના વી.પી. ઓટોમોબાઇલ્સમાંથી ટ્રેક્ટર ખરીદી પોરબંદરના ખોડિયાર ટ્રેક્ટર્સના માલિકે આપેલા ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે પોરબંદરના વેપારી અનિલ જેઠાભાઇ ઓડેદરાને દોઢ વર્ષની સજા અને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

રાજકોટના વી.પી.ઓટોમોબાઇલ્સ(સોનાલિકા ટ્રેક્ટર્સ)ના મીત ઉદયકુમાર શાહ દ્વારા આ કામના આરોપી ખોડિયાર ટ્રેકટર્સના પ્રોપરાઇટર અનિલ જેઠાભાઇ ઓડેદરા વિરુધ્ધ અદાલતમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીએ ફરિયાદી પાસેથી 12 ટ્રેક્ટર મંગાવ્યા હતા જેનું કુલ બિલ રૂ.74,85,413 થતું હતું. જેમાંથી સાત બિલો આરોપીએ પોતાના નામે અને બાકીના પાંચ બિલ સીધા ગ્રાહકના નામે બનાવ્યા હતા. જે પેટ રૂ.531,32,770 આરોપીએ આરટીજીએસથી ચૂકવ્યા. જ્યારે બાકી રહેતી રૂ.23,52,643ના આરોપીએ ચેક આપ્યા હતા જે ચેક પરત ફરતા ફરિયાદીએ લીગલ નોટિસ આપ્યા બાદ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં આરોપી અનિલ જેઠાભાઇ ઓડેદરાને દોઢ વર્ષની કેદ અને વળતર પેટે રૂ.23,52,643 ચૂકવવા હુકમ કર્યો અને એક માસમાં વળતરની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની કેદનો હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *