UGની સેમ 5-6ની સપ્લિમેન્ટરી પરીક્ષા નહીં લેવાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 8 વર્ષથી લેવાતી સપ્લિમેન્ટરી પરીક્ષા આ વર્ષે નહીં લેવાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે. યુનિવર્સિટીમાં સ્નાતક કોર્સની સેમ. 5-6ની સપ્લિમેન્ટરી પરીક્ષા તાકીદે યોજવા વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે પણ માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે, 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને એક બે વિષયના લીધે આખું વર્ષ બગડે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમ.5-6ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સપ્લિમેન્ટરી પરીક્ષાનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરી રહી હતી, પરંતુ આ વર્ષે હજુ આ પરીક્ષા ન યોજાતા વિદ્યાર્થીઓમાં કચવાટ ઊભો થયો છે કે ખાનગી યુનિવર્સિટોમા કોઇ પણ સેમેસ્ટરોના પરિણામો જાહેર થયાના 15 દિવસમાં સપ્લિમેન્ટરી પરીક્ષાઓ યોજે છે તો અમારા પર અન્યાય શા માટે? રાજ્ય સરકાર પણ જો ધો.12ની પૂરક પરીક્ષાઓ યોજી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીલક્ષી સંવેદના દર્શાવીને છેલ્લા 8 વર્ષથી લેવાનાર સેમ 5-6ની સ્પેશિયલ સપ્લિમેન્ટરી પરીક્ષાઓ આ વર્ષે પણ તાકીદે યોજી પરિણામો જાહેર કરે જેથી હજારો વિદ્યાર્થીઓ પોતે ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યા બાદ ખાનગી-સરકારી નોકરીઓ માટે ઉમેદવારી નોંધાવીને તેઓના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *