રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ પરિશ્રમ કો.ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી, સંસ્કૃતિ પાર્ટી પ્લોટ, ઈસ્કોન મંદિર પાછળ કાલાવડ રોડ, મુંજકા રાજકોટ ખાતે નિર્માણધિન 64 દુકાનો પૈકી કોમર્શીયલ-2 કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફલોરની 16 દુકાનો (11 દુકાન+5 સ્ટોલ)ની જાહેર હરરાજી તા.10/9ના રોજ સવારે 10 કલાકે સાઈટ પર રાખવામાં આવેલ છે. આ દુકાનોનો કારપેટ એરીયા 05.05 ચો.મી.થી લઈ 14.29 ચો.મી. સુધીનો છે. આ જાહેર હરાજીમાં ભાગ લેવા માટે નાગરિકો દ્વારા તા.9/9નાં રોજ સમય 3 વાગ્યા સુધીમાં ડી.ડી.અથવા ચેક અત્રેની કચેરીએ જમા કરાવી જાહેર હરાજીમાં ભાગ લઈ શકશે. જાહેર હરરાજીની શરતો અને બોલીઓ કચેરીની વેબસાઈટ પર જોવા મળશે.