સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે તાલીમ વર્ગનું આયોજન

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024/25 દરમિયાન આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો તથા પેરા મિલિટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે, સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગ અંતગર્ત આ વર્ષે રોજગાર કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે 30 દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે, આ તાલીમમાં જોડાવા ઈચ્છુક રાજકોટ જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારોને મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી-રાજકોટને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. 30 સપ્ટેમ્બર સુધી સ્વખર્ચે પોતાની સંમતી આપની રહેશે. આ તાલીમ વર્ગ રાજકોટ ખાતે નિઃશુલ્ક યોજાશે, રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્રારા કરવામાં આવશે અને રૂ. 100નું સ્ટાઈપેંડ પ્રતિ દિન આપવામાં આવશે. ઉમેદવારોએ 30 દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *