અર્વાચીન રાસોત્સવનું આયોજન

રાજકોટની ભાગોળે જ એક નવું રાજકોટ આકાર લઈ રહ્યું છે. અહીંયાં બનાવવામાં આવેલાં અટલ સરોવરને નવા રાજકોટનો આત્મા પણ કહી શકાય. એની ભવ્યતા એટલી સુંદર છે કે પ્રથમ દૃષ્ટિએ જ સરોવર સાથે પ્રેમ થઈ જાય. રાજકોટમાં ગરબાનાં આયોજન તો અનેક સ્થળે થાય છે પરંતુ નવા રાજકોટમાં અટલ સરોવરની અત્યંત નજીક પ્રથમ વખત અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું.​​​​

શનિવારે રાત્રે અહીંયાં અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયા ઝૂમી રહ્યા હતા ત્યારે વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું. વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા હતા. આ સમયે લેવાયેલી તસવીરમાં અટલ સરોવરની ભવ્યતામાં અર્વાચીન રાસોત્સવની ઝળઝળતી દિવ્યતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *