લોન ટેનીસમાં 235 માંથી માત્ર 8 કોલેજોએ ભાગ લીધો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કેમ્પસ ખાતે આંતર કોલેજ લોન ટેનિસ ભાઈઓ-બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોટડા સાંગાણી સરકારી કોલેજના યજમાન પદે આંતર કૉલેજ લોન ટેનિસ (ભાઇઓ/બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 235 માંથી માત્ર 8 કૉલેજના 17 ભાઇઓ અને 9 બહેનોએ જ ભાગ લીધો હતો. જેમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ડો. કમલસિંહ ડોડીયાના હસ્તે વિજેતા ખેલાડીઓને ઈનામ વિતરણ કરાયું હતું. જે 5 ખેલાડી ભાઈઓ અને 5 ખેલાડી બહેનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેશનલ ગેઈમ્સમાં પ્રતિનિધિત્વ કરશે.

ભાઈઓની સ્પર્ધામાં ચેમ્પિયન કોલેજ પ્રથમ ક્રમે નાગરેચા વેદાંત (એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જામનગર), દ્વિતીય ગઢવી પૃથ્વીરાજ (જે જે કુંડલીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાજકોટ)તૃતીય ચૌહાણ મનન (જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજ, રાજકોટ) જ્યારે બહેનોની સ્પર્ધામાં પ્રથમ ચૌહાણ પ્રિયાંશી ગજેન્દ્રસિંહ (કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ), દ્વિતીય ક્રમે અગ્નિહોત્રી ચાર્મી (ગ્રેસ કોમર્સ કોલેજ, રાજકોટ) અને તૃતીય રાજપોપટ ધ્રુવી (ગીતાંજલી કોલેજ, રાજકોટ) રહ્યા છે. સમાપન અને ઇનામ વિતરણ કાર્યક્રમ કુલપતિ પ્રોફે. ડો. કમલસિંહ ડોડીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કૉલેજના આચાર્ય ડૉ. ગુણવંતરાય વાજા તથા શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા, જે.પી.બારડના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *