રાજ્યમાં ગત વર્ષે 88, 615 સામે આ વર્ષે 44,993 EV જ વેચાયાં

ભારતમાં અત્યારસુધીમાં RTOમાં નોંધણી થયેલા નવા વાહનોની સંખ્યા 38,01,57,689 છે. જેમાં ગુજરાતમાં અત્યારસુધીમાં 2,52,90,527 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયેલું છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વાહનોની નોંધણી 2023માં થઈ છે. ગુજરાતમાં 2023માં સર્વાધિક 18,20,952 વાહનો નોંધાયેલા છે, જેમાં પણ ઇલેક્ટ્રીક વાહનો આ જ વર્ષે સૌથી વધુ 88,615 નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 44,993 વાહનોનું જ રજિસ્ટ્રેશન થયું છે. ટુ વ્હીલરમાં સબસિડી બંધ થતાં વાહનોની ખરીદીમાં 50% જેટલો ઘટાડો થયો છે.

રાજ્યના વડોદરા, સુરત અને અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવા માટેના ચાર્જિંગ સ્ટેશન ઠેર-ઠેર બનાવવામાં આવી રહ્યા છે. સુરતમાં સૌથી વધુ 50 તો વડોદરામાં 15 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદમાં હાલ 12 જેટલા ચાર્જિંગ સ્ટેશન છે. જોકે અહીં નવા 27 ચાર્જિંગ સ્ટેશન નવા બનવાના છે. તો રાજકોટમાં ઇલેક્ટ્રિક વાહનો ધરાવતા લોકો માટે એક પણ ચાર્જિંગ સ્ટેશન નથી. અહીં મહત્વની વાત એ છે કે, રાજ્યમાં 3 મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટેના ચાર્જિંગ સ્ટેશનો છે, તેમાં મોટાભાગના ધૂળ ખાય છે. તેની સામે ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ પણ દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *