વીજ કંપનીઓની ઓનલાઈન સેવા તા.10 સુધી બંધ રહેશે

GUVNL અને તેની વીજ વિતરણ કંપનીઓ (DGVCL, MGVCL, UGVCL, PGVCL), તેમજ GETCO અને GSECL દ્વારા સંચાલિત વિવિધ ઓનલાઈન સેવાઓ જેમ કે કંપની વેબસાઇટ, ગ્રાહક પોર્ટલ, ઈ-વિદ્યુત સેવા, ઑનલાઇન વીજબિલ અને અન્ય ચુકવણી તેમજ વર્ચ્યુઅલ બેંક એકાઉન્ટ, સીએસસી સેન્ટરો, ઇ-ગ્રામ તથા બેંક શાખાઓ મારફત વીજ બિલ ચૂકવણી વગેરે તારીખ 06થી 10 જૂનના રોજ સવારે 10 કલાક સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આ અવધિ દરમિયાન GUVNL ડેટા સેન્ટર ખાતે નોન-આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના પગલે વીજગ્રાહકો વીજબીલ ઓનલાઈન ભરવા સહિતની કેટલીક ઓનલાઈન સેવાનો લાભ લઇ શકશે નહીં.

GUVNLની મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં ફરીથી ઓનલાઇન સેવા કાર્યરત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *