ડેટા માઈગ્રેટના લીધે રેશનકાર્ડની ઓનલાઈન સેવા તા.6 સુધી બંધ

રેશનકાર્ડને લગતા ડેટાબેઝ અન્ય સર્વર પર માઈગ્રેટ કરવાનો હોવાથી આજથી તા.6 જુલાઈ સુધી દરમિયાન રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે તેમ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યા અનુસાર રેશનકાર્ડ ધારકોને હાલાકીનો સામનો ના કરવો પડે તેથી સર્વર પર ડેટાબેઝ અપડેટ કરવા અંગે ગાંધીનગરથી અન્ન, નાગરિક પુરવઠા કચેરીના નાયબ નિયામક તરફથી સૂચના આવી છે કે, હાલમાં રેશનકાર્ડને લગતો જૂનો ડેટાબેઝ સર્વર પર રહેલો છે. જેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાથી માઇક્રોસોફ્ટ દ્વારા તેના પર સપોર્ટ બંધ કરાયો છે. જેના લીધે સર્વર ધીમું હોવા બાબતે જિલ્લા-તાલુકા કક્ષાએ હાલાકીનો સામનો કરવાના પ્રશ્ન ઊભા થાય છે. જેથી તા.2થી 6 જુલાઈ સુધી રેશનકાર્ડને લગતી સિસ્ટમ માઇગ્રેટ-મેન્ટેનન્સ હેઠળ હોય રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *