સોડવદરમાંથી હથિયાર સાથે એકની ધરપકડ

જામકંડોરણાનાં સોડવદર ગામે રૂરલ પોલીસ ટીમે ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સને ઝડપી લીધો હતો.

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટની સુચના માર્ગદર્શન અન્વયે રૂરલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્‍યાન એ.એસ.આઇ. જયવીરસિંહ ને મળેલી સંયુકત બાતમીના આધારે ક્રિપાલસિંહ સુતભા રહે. સોડવદર વાળાની વાડીમાંથી ગેરકાયદેસર હથિયાર મળી આવતા પોલીસની વધુ તપાસમાં આરોપીએ જૂનાગઢના ડફેર શખ્‍સ પાસેથી લીધાની કબુલતા ડફેરની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *