દોઢ વર્ષની બાળકીનું અગાશીથી નીચે પડતા મોત

રાજકોટના રામાપીર ચોક પાસે શાસ્ત્રીનગરમાં પરિવાર સાથે રહેતી વીણા હિતેશભાઇ નકુમ નામની દોઢ વર્ષની બાળકી આજે સવારે 8.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે રમતા રમતા અગાશી પરથી નીચે પડી ગઇ હતી. તેને માથામાં તેમજ શરીરે ઇજા થતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇમરજન્સી વોર્ડમાં તેની સારવાર શરૂ કરાઇ હતી. જોકે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસે પરિવારજનોનું નિવેદન નોંધી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વીણાના પિતા હરેશભાઇ નકુમ પ્લમ્બિંગ કામ કરે છે. વીણા તેની એકની એક દીકરી હતી. બાળકીના આકસ્મિક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *