અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડ્યો છે. એસજી હાઇવે, ગોતા, સોલા, સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, આશ્રમ રોડ, પાલડી, લાલ દરવાજા, જમાલપુર, વાડજ, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, નવા વાડજ, નારણપુરા, નિર્ણયનગર, RTO, સુભાષ બ્રિજ, બોપલ, એસજી સેટેલાઈટ, શિવરંજની, એલિસબ્રિજ, શાહપુર, ઘીકાંટા, પ્રહલાદનગર, શાહપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી ત્યારે અમદાવાદમાં બપોર બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો. અમદાવાદમાં બપોર બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. લાલદરવાજા, જમાલપુર, ઘી કાંટા, રિલીફ રોડ, શાહપુર, જમાલપુર, આસ્ટોડિયા, ગીતા મંદિર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, કેમ્પ હનુમાન રોડ, નોબલ નગર સહિતના વિસ્તારોમાં 30 મિનિટમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.