રાજકોટ જેલમાં ફરી એક વાર તમાકુ ભરેલો દડો ફેંકાયો

રાજકોટ જિલ્લા જેલમાં અગાઉ દડામાં તમાકુ, મોબાઇલના સિમકાર્ડ સહિતની વસ્તુ ભરીને દીવાલ ટપાડી ફેંકવામાં આવતા હોવાના બનાવોમાં ક્રાઇમ બ્રાંચની ટીમ બનાવવામાં આવી હતી અને આરોપીઓને પકડી લીધા હતા જ્યારે ફરી એક વાર તમાકુ અને ચૂનો ભરેલો દડો જેલમાંથી મળી આવતા જેલના ઇન્ચાર્જ જેલરે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા જેલના ઇન્ચાર્જ જેલર અશોકસિંહ રાઠોડએ ફરિયાદ કરી હતી.

જેમાં તા.2ના રોજ સવારે જેલના સુબેદાર ધર્મેશભાઇ ડાભીએ તેને જાણ કરી હતી કે, અજાણ્યા શખ્સો જેલની અંદર સેલોટેપ મારી દડો બનાવી કોઇ વસ્તુઓનો ઘા કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *