2024ની પહેલી એકાદશી રવિવારે

7 જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ નવા વર્ષની પ્રથમ એકાદશી છે. હાલમાં પોષ માસ ચાલી રહ્યો છે અને તેના સુદ પક્ષમાં સફલા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ એકાદશીના નામ પરથી સમજી શકાય છે કે, આ વ્રત અવરોધોને દૂર કરીને સફળ થવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને દિવસભર વ્રત રાખવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એ પરિવાર અને કામકાજમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટેનું વ્રત છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ વિભાગમાં એકાદશી માહાત્મ્ય નામના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરને એકાદશીના વ્રત વિશે જણાવ્યું છે.

એકાદશી પર, ભગવાન વિષ્ણુની સાથે તેમના અવતારોની પણ પૂજા કરવી જોઈએ, ખાસ કરીને શ્રી રામ અને શ્રી કૃષ્ણની. શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને તુલસીની સાથે માખણ અને મિસરી અર્પણ કરો. ‘કૃષ્ણાય નમઃ’ મંત્રનો જાપ કરો.

શ્રી રામ દરબારની પૂજા કરો. રામ દરબારમાં દેવી સીતા, લક્ષ્મણ, હનુમાન શ્રી રામ સાથે જોડાય છે. આ બધાની પૂજા કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે. માન્યતા છે કે કામમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને લક્ષ્ય સિદ્ધ થાય છે.

સફલા એકાદશીની સાંજે ઘરના આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. પૂજામાં શાલિગ્રામ જીની મૂર્તિ પણ રાખવી જોઈએ.

તુલસી અને શાલિગ્રામજીને પૂજા સામગ્રી જેવી કે માળા, ફૂલ, વસ્ત્ર વગેરે અર્પણ કરો. ફળ અર્પણ કરો. તુલસીની સામે બેસીને ભગવાન વિષ્ણુના મંત્ર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ કરો.

આ રીતે તમે એકાદશીનું વ્રત કરી શકો છો
સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરો. ગણેશની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. ભગવાન સમક્ષ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો.

એકાદશી વ્રત રાખનારા ભક્તોએ દિવસભર ભોજન ન કરવું જોઈએ. જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાઈ શકે છે. ફળોના જ્યૂસ પી શકો છો અને દૂધ પી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *