નેશનલ પેન્શન સિસ્ટમના રોકાણકારો હવે અલગ અલગ એસેટ ક્લાસ માટે અલગ અલગ પેન્શન ફંડ મેનેજરની પસંદગી કરી શકે છે. પેન્શન ફંડ નિયામકના એક પરિપત્ર અનુસાર, એનપીએસના રોકાણકારો વિવિધ એસેટ ક્લાસ માટે મહત્તમ ત્રણ પેન્શન ફંડ મેનેજર પસંદ કરી શકે છે. પહેલા અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ માટે અલગ અલગ ફંડ મેનેજર પસંદ કરવાનો વિકલ્પ ન હતો.
એક વાર પેન્શનલ ફંડ મેનેજરની પસંદગી બાદ એનપીએસમાં રોકાયેલા પૈસાનું એક જ મેનેજર અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરતા હતા. નવી સુવિધા એનપીએસ ઓલ સિટીઝન મૉડલ (ટિયર-1) અને એનપીએસ કોર્પોરેટ મોડલ (ટિયર-1,2) ના અત્યારના રોકાણકારોને પણ મળશે. પરંતુ ટિયર-1 એનપીએ એકાઉન્ટ વાળા સરકારી કર્મચારીઓને આ સુવિધા નહીં મળે.